Face Of Nation, 31-08-2021:રાજ્યમાં કોરોનાના માત્ર 12 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,15,191 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. ત્યારે રસીકરણ ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 8 લાખથી વધુનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ઓગષ્ટ મહિનામાં 1.34 કરોડ કોવિડ-19 રસીના ડોઝ અપાયા છે. રાજ્યમાં 70.20 ટકા લાયક વ્યક્તિઓ કોવિડ-19 ની રસીના પ્રથમ ડોઝથી આરક્ષિત કરાયા છે. રાજ્યમાં કુલ 4.62 કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે જો એક્ટિવ કેસ ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે. 147 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,191 નાગરિકો સાજા થઇ ચુક્યા છે.
કોરોના ને કારણે 10,081 નાગરિકોના અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 એમ કુલ 12 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, જામનગરમાં 2 અને મહેસાણામાં 1 એમ કુલ 12 દર્દી સાજા થયા છે.
જો રસીકરણ ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 40 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 6,268 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,14,679 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,13,447 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,83,354 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,83,387 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 8,01,175 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 4,62,70,665 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)