Home Uncategorized દેશમાં 24 કલાકમાં ફરીથી નોંધાયા આટલા હજારથી વધુ કેસ, જાણો વઘુ અહીં...

દેશમાં 24 કલાકમાં ફરીથી નોંધાયા આટલા હજારથી વધુ કેસ, જાણો વઘુ અહીં ક્લિક કરી

Face Of Nation, 01-09-2021:  ભારતમાં એક દિવસના વિરામ બાદ ફરી 40 હજારથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા દેશમાં 30,941 કોરોના મામલા સામે આવ્યા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,965 નવા કોરોના કેસ આવ્યા અને 460 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 33,964 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 7541 એક્ટિવ કેસ વધ્યા છે.

આ પહેલા દેશમાં સતત પાંચ દિવસ 40 હજારથી વધારે કોરોના મામલા નોંધાયા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 28 લાખ 10 હજાર 845
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 93 હજાર 644
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 78 હજાર 181
કુલ મોતઃ 4 લાખ 39 હજાર 20

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)