Home News મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં કેટલો થયો વધારો,જાણો અહીં ક્લિક કરી

મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં કેટલો થયો વધારો,જાણો અહીં ક્લિક કરી

Face Of Nation, 01-09-2021:  નવા મહિનાની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઈ છે. એલપીજી સિલિન્ડર વધુ મોંઘુ થયું છે. આજે 1 સપ્ટેમ્બરથી સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ 18 ઓગસ્ટના રોજ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 જુલાઈએ એલપીજીની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

હવે 14.2 કિલો નોન-સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર દિલ્હી-મુંબઈમાં 884.5 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા અને ચેન્નઈમાં 900.5 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. અગાઉ સિલિન્ડર અનુક્રમે 859.5 રૂપિયા, 886 રૂપિયા અને 875 રૂપિયામાં વેચાતું હતું. ઘરેલું એલપીજી સિલિન્ડર જ નહીં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘુ થયું છે. દિલ્હીમાં હવે કોમર્શિયલ સિલિન્ડર 1618 રૂપિયાને બદલે 1693 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)