Home Uncategorized ટિકટોક પર ધૂમ મચાવનારી મહિલા પોલીસ અર્પિતા વિવાદમાં, પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે...

ટિકટોક પર ધૂમ મચાવનારી મહિલા પોલીસ અર્પિતા વિવાદમાં, પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવી નિયમ મૂક્યા નેવે

Face Of Nation, 01-09-2021:  ટિકટોક પર ધૂમ મચાવનારી પોલીસ કોન્સ્ટેબલ અર્પિત ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી છે.અર્પિતા ચૌધરીને બહુચરાજી મંદિરમાં ડ્યુટી સોંપાઈ છે. બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે.

બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવાના મામલે અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)