Face Of Nation, 01-09-2021: કાયરન પોલાર્ડે પોતાના બેટથી કોહરામ મચાવતા ત્રિનબાગો નાઇટ રાઇડર્સને સેન્ટ લૂસિયા પર 27 રનની જીત અપાવી દીધી. નાઇટ રાઇડર્સની ખરાબ શરૂઆત બાદ 7 વિકેટ પર 158 રન ફટાકાર્યા. કેપ્ટન પોલાર્ડે 41 રન કર્યા. તેમાં તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી. એટલે કે પોલાર્ડે 30 રન તો માત્ર 7 બોલમાં જ ફટકારી દીધા હતા. સેન્ટ લૂસિયાની ટીમ 7 વિકેટ પર 131 રન જ કરી શકી. ત્રિનબાગોએ મેચ 27 રનથી જીતી લીધી.
આ મેચમાં ખરાબ અમ્પાયરિંગ પણ જોવા મળી અને નાઇટ રાઇડર્સ ના કેપ્ટન પોલાર્ડ તેની પર પોતાનો વિરોધ પર વ્યક્ત કરવામાં જરા પણ પાછળ ન રહ્યો. મૂળે, નાઇટ રાઇડર્સની 19મી ઓવરમાં પોલાર્ડ અને ટિક સીફર્ટ ક્રીઝ પર હતા. આ જોડી ઝડપથી રન કરી રહી હતી.
Polly : Are you blind?
Umpire : Yes
Pollard walks away 😂😂😂 #TKRvSLK #CPL2021 @KieronPollard55 pic.twitter.com/NGjSdMqmYu— Thakur (@hassam_sajjad) August 31, 2021
વહાબ રિયાજની ઓવરના પાંચમા બોલથી નાઇટ રાઇડર્સના બેટ્સમેન નાખુશ જોવા મળ્યા. રન બચાવવા માટે રિયાજે એક વાઇડ યોર્કર ફેંક્યો, પરંતુ તે એટલો બધો વાઇડ હતો કે સીફર્ટ પૂરો સ્ટ્રેસ થયો છતાં બોલ સુધી પહોંચી ન શક્યો. પરંતુ અમ્પાયરે તેને વાઇડ બોલ કરાર ન કર્યો.
અમ્પાયરના આ નિર્ણયથી બેટ્સમેન નારાજ હતા અને પોલાર્ડે આ નિર્ણયની વિરુદ્ધ પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો. તેણે અમ્પાયર સાથે ખોટા નિર્ણય અંગે વાત કરી અને ફરીથી નોન સ્ટ્રાઇકરના રૂપમાં મિડ વિકેટ પર જઈને ઊભો રહી ગયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, આવું પહેલીવાર નથી થયું જ્યારે પોલાર્ડે અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હોય. અનેક વાર તેણે પોતાના અનોખા અંદાજમાં વિરોધ વ્યક્ત કર્યો છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલાર્ડના ચાહકો પણ પોતાનો ઉભરો ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ માની જ નથી રહ્યા કે અમ્પાયરે આ બોલને વાઇડ નથી આપ્યો. અનેક યૂઝર્સે પોલાર્ડના વિરોધ દર્શાવવાના અંદાજના વખાણ કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)