Home Sports ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના નામે હવે 13 પદક

ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના નામે હવે 13 પદક

Face Of  Nation, 03-09-2021: ભારતીય આર્ચર હરવિંદર સિંહ એ આર્ચરીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આર્ચરીમાં ભારતનો પ્રથમ મેડલ છે. ટોક્યો પેરાઓલંમ્પિક રમતોમાં ભારતના નામે અત્યારે કુલ 13 મેડલ થઇ ગયા છે જે એક ઐતિહાસિક કારનામું છે. પહેલીવાર ભારતના નામે 13 મેડલ કોઇ પેરાલિંપિક્સ રમતમાં આવ્યા છે.

શૂટઓફમાં પહોંચેલા બ્રોન્ઝ મેચમાં હરવિંદરે કોરિયાના ખેલાડીને 6-5 થી હરાવ્યા અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી દીધો. પાંચ સેટની રમત બાદ બંને ખેલાડી 5-5 ની બરાબરી કરી હતી. પરંતુ શૂટઆઉટમાં ભારતના આર્ચરે બાજી મારી અને સેટ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવ્યો છે.

હરવિંદર સિંહે જર્મનીના મૈક સ્ઝાર્સઝેવ્સ્કીને 6-2 ને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલમાં તેમણે તીરંદાજને શૂટઓફમાં હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કરી લીધો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)