Home News ભારતમાં આજે ફરીથી નોંધાયા આટલા હજારથી વધુ કેસ, જાણો વઘુ અહીં ક્લિક...

ભારતમાં આજે ફરીથી નોંધાયા આટલા હજારથી વધુ કેસ, જાણો વઘુ અહીં ક્લિક કરી..

Face Of  Nation, 04-09-2021: ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,618 નવા કોરોના કેસ આવ્યા અને 330 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 36,385 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 6233 એક્ટિવ કેસ વધ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,322 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 131 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 45 હજાર 907
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ એક
કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 5 હજાર 681
કુલ મોતઃ 4 લાખ 40 હજાર 225

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)