Home Uncategorized ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે RTE ના નિયમ અનુસાર સ્કૂલમાં આટલા કલાક...

ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોએ હવે RTE ના નિયમ અનુસાર સ્કૂલમાં આટલા કલાક ફરજિયાત હાજરી આપવી પડશે

Face Of  Nation, 04-09-2021:  RTE એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સ્કૂલમાં 8 કલાક હાજરી આપવાની હોય છે. પરંતુ સજ્જતા સર્વેક્ષણનો ભારે વિરોધ કરનારા શિક્ષકો શાળામાં 8 કલાક પણ આપવા તૈયાર નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપી બાળકોની સારી કેળવણી કરી શકે તેના તરફેણમાં નથી. ત્યારે હવે રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે.RTE ના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 કલામ કામગીરી કરવાની રહેશે.રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક સ્કૂલોને આદેશ કર્યો છે.

સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવી પડશે
રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે, એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમ્યાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારે 5 કલાકની કામગીરી કરવાની રહેશે તેવી જોગવાઈ છે. આ ઉપરાંત સરકારના અન્ય તમામ વિભાગોમાં પણ નોકરી ફરજનો સમય ઓછોમાં ઓછો 8 કલાકનો હોય છે. પરંતુ નિયમોની વાતો કરતાં શિક્ષકો કેમ શાળામાં 8 કલાક હાજરી આપતા નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)