Home Uncategorized કેરળમાં કોરોના પછી નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ મળ્યો, જોવા મળ્યા 12...

કેરળમાં કોરોના પછી નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ મળ્યો, જોવા મળ્યા 12 વર્ષના કિશોરમાં લક્ષણો

Face Of  Nation, 05-09-2021: કેરળના કોઝિકોડમાં 12 વર્ષના એક કિશોરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેને નિપાહ વાયરસના શંકાસ્પદ લક્ષણો છે. સ્વાસ્થ્ય વિભાગના એક સૂત્રે જણાવ્યું કે રાજ્ય સરકારે નિપાહના શંકાસ્પદ સંક્રમણની સૂચના મળ્યા પછી શનિવારની મોડી રાત્રે સ્વાસ્થ્ય અધિકારીઓની એકે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જોકે રાજ્ય સરકારે અધિકારીક રીતે નિપાહ વાયરસની એન્ટ્રીની જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જ સ્થિતિનો તાગ મેળવવા માટે કોઝીકોડ આવે તેવી શક્યતાઓ છે.

કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ માટે પોતાની ટીમ પણ રવાના કરી દીધી છે. દક્ષિણ ભારતમાં નિપાહ વાયરસ રોગ (NIV) નો પ્રથમ કેસ 19 મે 2018 ના રોજ કેરળના કોઝિકોડ જિલ્લામાં નોંધાયો હતો. 1 જૂન, 2018 સુધી, રાજ્યમાં આ ચેપને કારણે 17 મૃત્યુ અને 18 પુષ્ટિ થયેલા કેસ હતા. કેરળમાં જ્યારે નિપાહ વાઇરસે પહેલીવાર દસ્તક આપી ત્યારે સમગ્ર વિશ્વની નજર કેરળ તરફ હતી. આ વેક્ટર-જન્મેલા આરએનએ વાયરસ તે ખાસ પ્રકારની ચામાચીડીયાઓ દ્વારા ફેલાય છે જે ફળોનો ઉપયોગ કરે છે.

નિપાહ એક અત્યંત સંક્રામક વાયરલ રોગ છે. જે આપણી લાળ, પેશાબ અથવા મળથી અન્ય લોકો સુધી ફેલાઈ શકે છે. મે 2018માં આ વાયરસની એન્ટ્રી પછી કેરળમાં સરકારી સ્વાસ્થ્ય તંત્ર ચુસ્ત થઈ ગયું હતું. ભારતના દક્ષિણમાં સ્થિત કેરળ ભૌગોલિક રૂપથી અત્યંત મહત્વનું રાજ્ય છે, એટલા માટે આ રાજ્ય અતિ મહત્વનું છે કે અન્ય રાજ્યોની તુલનામાં વધુ શિક્ષિત લોકો અહિંયા વસવાટ કરે છે, જ્યાં તેમનું સાક્ષરતાનું પ્રમાણ 94 ટકા છે.

દક્ષિણમાં આ વાયરસે ફરી એક વખત લોકોને ડરાવવાનું શરુ કરી દીધું છે. ત્યાં કેસો પણ વધુ છે, મોત પણ વધુ છે અને સંક્રમણનો દર પણ વધી રહ્યો છે. દક્ષિણ ભારતમાં કેરળની સ્થિતિ સૌથી ખરાબ છે જે આ સમયે કોરોનાનું સૌથી મોટું એપિસેન્ટર બની ગયું છે. કેરળમાં 24 કલાકમાં કુલ 29,682 કેસ નોંધાયા છે. ત્યાં જ 142 લોકોના મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)