Face Of Nation, 06-09-2021: કોરોનાનું સંક્રમણ ઘટતા હવે રાજ્યમાં ફરીથી ચૂંટણીનો માહોલ જામ્યો છે. કોરોનાની બીજી લહેરને લીધે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ છે. 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન થશે. 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે પત્રકાર પરિષદ કરી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગાંઘીનગર મનપા ચૂંટણીનું મતદાન 3 ઓક્ટોબરના સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. દરમિયાન કોરોનાના કારણે તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. 5 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મનપા ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવશે. 13 ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આજથી જ ગાંધીનગરમાં આચારસંહિતા લાગુ થઈ જશે.
ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી. રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરતા ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે.
નોંધનીય છે કે અગાઉ ગાંધીનગર મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયના કાર્યક્રમ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ મતદાન થવાનું હતું અને 20 એપ્રિલના રોજ મતગણતરી યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ગાંધીનગર મહાનગર પાલિકાની સાથે ઓખા નગરપાલિકા, થરા નગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)