Home Politics રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો, હવે 28 ટકા ભથ્થું...

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો, હવે 28 ટકા ભથ્થું મળશે:DYCM નીતિન પટેલ

Face Of Nation, 06-09-2021: તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તથા પેન્શરોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાત સરકારે એક સાથે 11 ટકાના વધારે સાથે 28 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કર્યું છે. આ લાભ તેમને સપ્ટેમ્બર માસના પગારથી જ મળશે.

નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી તેનો અમલ શરૂ કરી દીધો છે, ત્યારે પ્રણાલી અનુસાર ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે આગળ કહ્યું કે, ગુજરાત સરકાર પણ હંમેશા અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, તથા પેન્શરોને ચૂકવતું હોય છે. અત્યાર સુધી આ લોકોને 17 ટકા મોંઘવારી ભથ્થુ ચૂકવાતું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં 11 ટકાના વધારા સાથે 28 ટકાનું મોંઘવારું ભથ્થું મંજૂર કર્યું છે, ત્યારે આજે નાણાં વિભાગમાંથી અમે નિર્ણય કર્યો છે અને મુખ્યમંત્રી દ્વારા પણ તેની મંજૂરી આપવામાં આવી છે. તે મુજબ, ગુજરાત સરકારે પણ ભારત સરકારના ધોરણે મોંઘાવારી ભથ્થું આપશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)