Home Sports જસપ્રીત બુમરાહનો અનોખો રેકોર્ડ, સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ ઝડપી..

જસપ્રીત બુમરાહનો અનોખો રેકોર્ડ, સૌથી ઓછી મેચોમાં 100 વિકેટ ઝડપી..

Face Of Nation, 06-09-2021: ટીમ ઈન્ડિયા એ ચોથી ટેસ્ટ મેચમાં જીત તરફ આગળ વધી રહી છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ઓલી પોપની વિકેટ લેતાની સાથે જ તેની ટેસ્ટ કરિયારમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ છે. તે ભારત તરફથી ફાસ્ટ બોલર તરીકે સૌથી ઓછી મેચમાં આવું કરનારો પ્રથમ બોલર બની ગયો છે. તેણે માત્ર 24 ટેસ્ટ મેચમાં આ કાર્ય કર્યું છે. આ પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. હવે જસપ્રીત બુમરાહે તેનો પણ રેકોર્ડ તોડી દીધો છે. અને માત્ર 24 મેચમાં 100 વિકેટ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 24 ટેસ્ટની 46 ઇનિંગ્સમાં 23ની એવરેજથી 101 વિકેટ લીધી છે. તેણે બીજી ઇનિંગમાં જોની બેયરસ્ટોને પણ બોલ્ડ કર્યો હતો. તેણે 6 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. પરંતુ તે અત્યાર સુધી એક મેચમાં 10 વિકેટ લેવાનું પરાક્રમ કરી શક્યો નથી. આ સિવાય તેણે 67 વનડેમાં 108 અને 50 ટી -20 માં 59 વિકેટ લીધી છે.

ઓફ સ્પિનર ​​આર અશ્વિન ભારત માટે સૌથી ઓછી મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ સિદ્ધિ માત્ર 18 ટેસ્ટમાં કરી હતી. ઝડપી બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને કપિલ દેવ સિવાય ડાબા હાથના ઝડપી બોલર ઇરફાન પઠાણે 28 ટેસ્ટમાં, મોહમ્મદ શમી 29 અને જવાગલ શ્રીનાથે 30 ટેસ્ટમાં આ સિદ્ધિ કરી હતી.

ઓફ સ્પિનર ​​આર અશ્વિન ભારત માટે સૌથી ઓછી મેચમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે આ સિદ્ધિ માત્ર 18 ટેસ્ટમાં કરી હતી. ઝડપી બોલરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને કપિલ દેવ સિવાય ડાબા હાથના ઝડપી બોલર ઇરફાન પઠાણે 28 ટેસ્ટમાં, મોહમ્મદ શમી 29 અને જવાગલ શ્રીનાથે 30 ટેસ્ટમાં આ સિદ્ધિ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)