Face Of Nation, 07-09-2021: અફઘાનિસ્તાનમાં તાલિબાનનાકબજા બાદ પાકિસ્તાને ખુલીને તાલિબાનનું સમર્થન કર્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની વિરુદ્ધ કાબૂલથી લઈને વોશિંગટન સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એઅફપીના રિપોર્ટ મુજબ, કાબુલમાં મંગળવારે પાકિસ્તાનની વિરુદ્ધ પ્રદર્શનને રોકવા માટે તાલિબાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થવાના અહેવાલ છે.
સમાચાર એજન્સી એએફપી મુજબ, કાબુલ સ્થિત પાકિસ્તાની દૂતાવાસની બહાર 70થી વધુ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. આ વિરોધ પ્રદર્શનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પ્રદર્શનકારી ‘પાકિસ્તાન મુર્દાબાદ’, ‘પાકિસ્તાનનું મોત’ અને ‘પંજશીર જિંદાબાદ’ જેવા નારા સાંભળવા મળ્યા.
મૂળે, પંજશીરની જંગમાં તાલિબાન તરફથી પાકિસ્તાનના ડ્રોન હુમલા કરવા અને આઇએસઆઇ હેડ ફૈજ હામિદના કાબુલ પ્રવાસી અફઘાનિઓમાં આક્રોશ છે. આંતરરાષ્ટ્રીય બિરાદરીએ પણ તેની ટીકા કરી છે. અફઘાનિસ્તાનના લોકો કાબુલમાં અનેક સ્થળે પાકિસ્તાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
Night-time protests are taking place in Kabul. Afghan women have had it enough and they're bravely challenging Taliban and Pakistan. "Down with Pakistan" chants are heard in these protests.
This is the cry of a nation against oppression of Taliban and invasion of Pakistan pic.twitter.com/JJrxIYmHCA
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) September 6, 2021
આમ તો, અફઘાનિસ્તાનના અલગ-અલગ શહેરોમાં મહિલાઓ ઘણા દિવસોથી પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ કાબુલમાં પહેલીવાર રાતમાં પ્રદર્શન થયું છે. કાબુલ ઉપરાંત અમેરિકાના વોશિંગટનમાં પણ રેલીઓ યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડવામાં આવી રહ્યા છે. લોકોએ પાકિસ્તાન પર નવેસરથી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
પંજશીરમાં નેશનલ રેજિસ્ટેંસ ફોર્સ (NRF) એટલે કે નોર્ધન અલાયન્સની આગેવાની કરી રહેલા અહમદ મસૂદે પણ કહ્યું છે કે, પાકિસ્તાની એરફોર્સ સતત હુમલા કરી રહી છે, જેથી તાલિબાન આગળ વધી શકે. હવે અમારી અસલી લડાઈ પાકિસ્તાન સાથે છે, કારણ કે પાકિસ્તાની સેના અને ISI તાલિબાનીઓના યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપ્રમુખ અમરુલ્લાહ સાલેહ પણ અનેકવાર કહી ચૂક્યા છે કે પાકિસ્તાન તાલિબાનને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યું છે. પાકિસ્તાનની મદદથી જ તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરી શક્યું છે.
પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સના પ્રમુખ ફૈજ હામિદ કાબુલ પ્રવાસ પર ગયા તો બીજી તરફ તેમની સ્પેશલ બટાલિયન, તાલિબાનની સાથે ખભાથી ખભા મેળવીને નેશનલ રેજિસ્ટેંસ ફોર્સ ના યોદ્ધાઓ પર હુમલાઓ કરી રહ્યા છે. તેના કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની વિરુદ્ધ રોષ વ્યાપક થતો જઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવાની માંગ પણ ઉઠી રહી છે. લોકો તેને ‘પંજશીરમાં પાકિસ્તાનનું પાપ’ને યુદ્ધ અપરાધ માની રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)