Face Of Nation, 07-09-2021: બીસીસીઆઇ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી નારાજ છે. થોડા દિવસ પહેલા રવિ શાસ્ત્રીના બુક લોન્ચ કાર્યક્રમમાં કોહલી પણ ગયો હતો. તેના માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડથી મંજૂરી નહોતી લેવામાં આવી. આ કાર્યક્રમમાં ઘણો લોકો સામેલ થયા હતા. મળતી માહિતી મુજબ, રવિ શાસ્ત્રી પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું. ટીમ ફિજિયો નિતિન પટેલ આઇસોલેશનમાં છે. આ કારણે રવિ શાસ્રીદ ટીમની સાથે પાંચમી ટેસ્ટમાં પણ નહીં રહી શકે.
‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન રુમ લોકોથી ભરાયેલો હતો. આ દરમિયાન રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી સાથે જોવા મળ્યા હતા. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું કે, બોર્ડની સાથે ઇવેન્ટની તસવીરો શૅર કરવામાં આવી છે. બોર્ડ આ મામલાની તપાસ કરશે. આ કાર્યક્રમે બોર્ડને શરમમાં મૂકી દીધું છે. કોચ અને કેપ્ટનથી ઓવલ ટેસ્ટ બાદ આ મામલે સવાલ-જવાબ કરવામાં આવશે. ટીમ Administrative મેનેજર ગિરિશ ડોંગરે પણ તપાસના દાયરામાં છે.
બ્રિટિશ મીડિયાના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાએ ECB પાસેથી ઇવેન્ટને લઈ જરૂરી મંજૂરી નહોતી માંગી. અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઇ ઇસીબીના સંપર્કમાં છે અને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સીરીઝ કોઈ અડચણ વગર પૂર્ણ થાય. તમામ લોકોને આશા છે કે રવિ શાસ્ત્રી ઝડપથી સાજા થઈ જશે. બુધવારે ટી20 વર્લ્ડ કપને લઈ બેઠક યોજાવાની છે. ત્યાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.