Face Of Nation, 07-09-2021: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને આ બધા વચ્ચે કોવિડ-19ની ત્રીજી લહેરની દસ્તક દેશના આ રાજ્યમાં થઈ ગઈ હોવાનું કહેવાય છે. આ વાતની જાણકારી રાજ્યના કેબિનેટ મંત્રીએ પોતે આપી અને સંકેત આપ્યા છે કે સ્થાનિક પ્રશાસન જલદી સંક્રમણની ગતિને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે.
વાત જાણે એમ છે કે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ પોતાના અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં રાજસ્વ, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત અનેક સરકારી વિભાગોના વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીઓ હાજર હતા. બેઠક બાદ નીતિન રાઉતે કહ્યું કે નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પોતાના પગ જમાવી ચૂકી છે. કારણ કે બે દિવસમાં બેવડા અંકમાં સંક્રમણના કેસ જોવા મળી રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં નીતિન રાઉતે કહ્યું કે બેથી ત્રણ દિવસમાં અધિકારીઓ દ્વારા તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય પ્રતિષ્ઠાનો પર ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવશે. પ્રતિબંધ જરૂરી છે કારણ કે લોકોના જીવન બચાવવા એ અમારું મુખ્ય કર્તવ્ય છે.
અત્રે જણાવવાનું કે નાગપુરમાં રવિવારે કોરોનાના 10 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે સોમવારે 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નીતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કરી. જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થયા બાદ 17 ઓગસ્ટના રોજ પ્રતિબંધોમાં ઢીલ અપાઈ હતી.
નાગપુર જિલ્લામાં ઓગસ્ટમાં કોવિડના માત્ર 145 કેસ સામે આવ્યા હતા. જ્યારે મહામારીથી ફક્ત 2 લોકોના મોત થયા હતા. સપ્ટેમ્બર મહિનામાં નવા કેસમાં તેજી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 42 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત થયું છે. જિલ્લામાં સોમવારે સુધીમાં 56 એક્ટિવ કેસ હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)