Home Uncategorized આજે કોરોનાના 18 કેસ નોંધાયા, 21 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત..

આજે કોરોનાના 18 કેસ નોંધાયા, 21 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત..

Face Of Nation, 07-09-2021: ગુજરાત માં આજે કોરોનાના  18 કેસ નોંધાયા છે. તેની સામે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,296 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 149 એક્ટિવ કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 143 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તો આજે  5,58,054 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 5,02,62,761 લોકોને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 11 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 3, કચ્છ 2, નવસારી 2,  વડોદરા કોર્પોરેશન 2 ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને તાપીમાં  1 કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18 કેસ નોંધાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)