Face Of Nation, 08-09-2021: નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી છે.
મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.
કોરોના મહામારીના કારણે ગયા વર્ષે નવરાત્રિનું કોઈ આયોજન કરાયું ન હોતું. જો કે આ વખતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં હોવાથી આયોજકોને આશા જાગી છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે હજુ નવરાત્રિના આયોજન પર અસમંજસ જેવી સ્થિતિ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)