Face Of Nation, 09-09-2021: અમદાવાદમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો છે અન તેણે નીલગાયનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શહેરમાં દીપડો દેખાયો હોવાની માહિતી વનવિભાગને મળતા તેઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ સનાથલ ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. દીપડો પકડવા માટે વનવિભાગે ગામની સીમમાં 4 પાંજરા પણ મૂક્યા હોવાની વાત છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ 4 મહિના પહેલા આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો.
આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સનાથલ ગામની સીમમાં દીપડા જેવા હિંસક પ્રાણી દેખાયું હોવાની માહિતી મળતા વન વિભાગ સતર્ક થઈ ગયું છે. સ્થળ પર વન વિભાગે તપાસ કરતા દીપડાએ નીલ ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ગામની સીમમાં દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. સોશિયલ મીડિયામાં દીપડાને લઈને જાત જાતની વાતો વાઈરલ થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારે દીપડો દેખાયો હોવાની જાણ વન વિભાગને કરાઈ હતી.
અત્રે નોંધનીય છે કે, સરખેજથી માત્ર એક કિલોમીટર દૂર આવેલા સનાથલ સર્કલ પાસે ખેતરમાં દીપડો દેખાયો હોવાનું સ્થાનિકોમાં દિવસ દરમિયાન જોર પકડ્યું હતું. આ દીપડાએ નીલ ગાયનું મારણ કરાયું હોવાનું પણ સ્થળ પરથી જાણવા મળ્યું હતું.
આજથી ચાર મહિના પહેલા વસ્ત્રાલમાં શક્તિમાંના મંદિર પાસે દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા હતા. તેમજ કબીર મંદિર પાસેના સીસીટીવીમાં પણ દીપડા જેવું પ્રાણી જોવા મળ્યું હોવાની વાત સામે આવી હતી. જેથી આસપાસના લોકો ડરી ગયા હતા. દિપડાના પગના નિશાનનાં પગલે ગામમાં લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવા સુચના આપી દેવામાં આવી હતી. 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલમાં દિપડો દેખાયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)