Face Of Nation, 09-09-2021: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલામાં આખરે બાળકી મળી આવી છે. અપહરણ કરનાર મહિલા ખુદ બાળકી સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. મહિલાને સંતાન સુખ ન હોવાથી આ પગલુ ભર્યુ હતું. સાત દિવસની શોધખોળ બાદ બાળકી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. સાથે જ પરિવારને બાળકી સાથે મિલન કરાવ્યુ હતું.
અમદાવાદના જુહાપુરાના ફતેવાહી વિસ્તારમાં રહેતી મહિલાએ એક દિવસની બાળકીનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મહિલાનું નામ નગમા હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. નગમાને સાત વર્ષથી કોઈ સંતાન ન હતું. તેથી તે બાળકના અપહરણ કરવાના ઈરાદાથી લાંબા સમયથી હોસ્પિટલોમાં ફરતી હતી. આખરે 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે તે સિવિલ હોસ્પિટલમાં આવી હતી. અહી તેને બાળક ચોરવાની તક મળી જતા તેણે એક દિવસની નવજાત બાળકીને ચોરી હતી. રાત્રે 3 વાગ્યે તે બાળક લઈને ફરાર થઈ હતી. જેના દ્રશ્યો હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે, તે સ્પષ્ટ ન હોવાથી મહિલાનો ચહેરો દેખાયો ન હતો. પરંતુ તેને શોધવા માટે અમદાવાદ પોલીસે આકાશપાતાળ એક કરી દીધુ હતું. નગમાએ બાળકીને પરત કરતા જ સોલા પોલીસે બાળકી પરિવારને સોંપી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 1 સપ્ટેમ્બરના રોજ એક દિવસની નવજાત બાળકીનું અપહરણ કરાયુ હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં સરસ્વતી પાસી નામની મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને સંતાનમાં બે દીકરી હતી, જેના બાદ ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં જ તેનુ અપહરણકરાયું હતું. સોલા સિવિલના ત્રીજા માળેથી PNC વોર્ડમાંથી બાળકીનું અપહરણ કરાયું હતું. અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)