Home Uncategorized મુંબઈમાં ગણપતિના પંડાલોમાં નહીં જઈ શકે શ્રદ્ધાળુ: કલમ 144 લાગું

મુંબઈમાં ગણપતિના પંડાલોમાં નહીં જઈ શકે શ્રદ્ધાળુ: કલમ 144 લાગું

Face Of Nation, 09-09-2021: મહારાષ્ટ્રના મુંબઈમાં ગણેશ મહોત્સવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારે ગણેશ મહોત્સવને લઈને 10-19 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ સિવાય શ્રદ્ધાળુ ગણપતિ પંડાલોમાં પણ નહી જઈ શકે. સાથે કોઈપણ પ્રકારના જુલુસની મંજૂરી નથી.

મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની શરૂઆત પહેલા કોરોના વાઇસની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈના મેયરે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને ગણેશ ચતુર્થી ઘરે જ ઉજવવાની અપીલ કરી હતી. તેણીએ કહ્યું, “મુંબઈના મેયર તરીકે, હું ‘મેરા ઘર, મેરા બપ્પા’ ને અનુસરવા જઈ રહી છું. હું ક્યાંય જઈશ નહીં કે કોઈને મારા ભગવાન પાસે લાવીશ નહીં. કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે આ ખૂબ મહત્વનું છે.”

પહેલા, ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં કેન્દ્રસરકારે મહારાષ્ટ્ર સરકારને તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, “આ આદેશ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી દહી હાંડી અને ગણપતિ ઉત્સવ સહિત તહેવારો દરમિયાન જાહેર કાર્યક્રમો અને લોકોના એકઠા થવાને લઈને રાજ્ય સરકાર સ્થાનિક રીતે પ્રતિબંધો લાદે.

ગણેશના દર્શનની સુવિધા ઓનલાઇન, કેબલ, નેટવર્ક, વેબસાઇટ, તથા ફેસબુક વગેરે થકી ઉપલબ્ધ કરી દેવાની વધુને વધુ વ્યવસ્થા કરવામાં આવે. પ્રત્યેક આવતા ગણેશભક્તો દર્શન કરવા ઇચ્છતા હોય તેઓએ ફિજિકલ ડિસ્ટન્સિંગ તેમજ માસ્ક, સેનિટાઇઝર, વગેરેના નિયમો તરફ ધ્યાન આપવામાં આવે ગૃહવિભાગે જણાવ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)