Home News ગુજરાતમાં આજે નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા

ગુજરાતમાં આજે નવા 21 કેસ, 13 દર્દી સાજા થયા

Face Of Nation, 10-09-2021:  ગુજરાતમાં કોરોના ફરી એકવાર વકરી રહ્યો હોય તેવી રીતે તબક્કાવાર કેસ ઘટ્યા બાદ હવે વધી રહ્યા છે. રાજ્યમાં આજે નવા 21 કેસ આવ્યા છે. તો બીજી તરફ 13 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,344 નાગરિકો કોરોનાને હરાવી પણ ચુક્યા છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 158 નાગરિકો એક્ટિવ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટીલેટર પર છે. 153 સ્ટેબલ છે. 8,15,344 કુલ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે રાહતના સમાચાર ગણી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી.જે એકંદરે રાહતના સમાચાર ગણાવી શકાય.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16ને પ્રથમ અને 5469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 72668 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 63520 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના 210037 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 153291 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 5,05,001 કુલ ડોઝ એક જ દિવસમાં અપ્યા છે. 5,18,80,420 ડોઝ રસીના અત્યાર સુધીમાં થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)