Home Uncategorized રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન, BJPના નિર્ણયોને કારણે મા લક્ષ્મી, મા સરસ્વતી અને...

રાહુલ ગાંધીનું વિવાદીત નિવેદન, BJPના નિર્ણયોને કારણે મા લક્ષ્મી, મા સરસ્વતી અને મા દુર્ગાની શક્તિ ઘટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વૈષ્ણો દેવીની યાત્રા પછી વિવાદીત નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બીજેપી-આરએસએસના કારણે દેશમાં દેવી લક્ષ્મી, દેવી દુર્ગા અને મા સરસ્વતીની શક્તિ ઓછી થઈ ગઈ છે. બીજેપીએ રાહુલ ગાંઘીના આ નિવેદન પર વિરોધ નોધાવ્યો છે.

રાહુલ ગાંધીએ જમ્મુમાં જણાવ્યું કે દેવી દુર્ગા રક્ષા કરવાવાળી અને દેવી લક્ષ્મી કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવાની શક્તિની પ્રતિક છે. જ્યારે દેવી સરસ્વતી જ્ઞાનની શક્તિ છે. રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકારની નીતિયો, નોટબંધી અને જીએસટીએ દેશમાં દેવી લક્ષ્મીની શક્તિઓ પણ ઓછી કરી દીધી છે.

https://twitter.com/ANI/status/1436238041304141824?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436238041304141824%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.gstv.in%2Frahul-gandhi-said-the-power-of-lakshmi-durga-and-saraswati-has-decreased-bjp-india-gujarati-news%2F

તેમણે દાવો કર્યો છે કે નવા કૃષિ કાયદાઓએ દેવી દુર્ગાની શક્તિ પણ ઓછી કરી દીધી છે. રાહુલે જણાવ્યું કે જ્યારે બીજેપી અને આરએસએસના કોઈપણ વ્યક્તિને શૈક્ષણિક સંસ્થાઓમાં નિમણુંક કરવામાં આવે છે તો દેવી સરસ્વતીની શક્તિ પણ ઓછી થઈ જાય છે.

સીધો સવાલ છે કે બીજેપીના કારણે આ ત્રણ શક્તિયો વધી છે કે ઘટી છે? જમ્મુ-કાશ્મીરની બે દિવસીય યાત્રા માટે પહોંચ્યા હતા, માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કરવા માટે 13 કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી. નેતાએ કટરા બેસકેંપથી રિયાસી જીલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર ગુફા મંદિર સુધી પહોંચવા માટે પગપાળા યાત્રા કરી હતી.

માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચેલા રાહુલ ગાંધીએ આજે જમ્મુમાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આવું છું તો એવુ લાગે છે કે, ઘરે આવ્યો છું. આ રાજ્ય સાથે મારા પરિવારનો નાતો બહુ જુનો રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અહીંયા આવીને ખુશી પણ થાય છે અને સાથે સાથે દુખ પણ થાય છે કે, અહીંયા જે ભાઈચારાની ભાવના છે તેને આરએસએસ અને ભાજપ તોડવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીનું ચિન્હ પંજો છે અને તે સંદેશ આપે છે કે, સાચું બોલવામાં ડરવું જોઈએ નહીં જ્યારે ભાજપના લોકો સચ્ચાઈથી ડરે છે.ભાજપ લોકો માટે ડર છે અને કોંગ્રેસ એ લોકો માટે પ્રેમનું પ્રતિક છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળો જોઈએ. કાશ્મીરી પંડિતોના ડેલિગેશનને પણ હું આજે મળ્યો છું અને તેમનું પણ કહેવું હતું કે ભાજપે અમારા માટે કશું નથી કર્યુ પણ કોંગ્રેસે ઘણી મદદ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ગઈકાલે કટરા પહોંચીને માતા વૈષ્ણદેવીના મંદિર સુધી 13 કિલોમીટરની યાત્રા પગપાળા કરી હતી. એ પછી તેઓ આજે જમ્મુમાં કાર્યકરોને મળ્યા હતા.