Home Uncategorized યોગી સરકારનો મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મસ્થળને લઈને મોટો નિર્ણય, 10 ચો.કિમીનો વિસ્તાર...

યોગી સરકારનો મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મસ્થળને લઈને મોટો નિર્ણય, 10 ચો.કિમીનો વિસ્તાર તીર્થસ્થળ જાહેર

Face Of Nation, 10-09-2021: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શુક્રવારે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મસ્થળને લઈને મોટો નિર્ણય કર્યો છે. સરકારે જન્મસ્થળના 10 વર્ગ કિલોમીટરના વિસ્તારને તીર્થસ્થળ તરીકે જાહેર કર્યો છે. જણાવી દઈએ કે આ વિસ્તારમાં 22 નગર નિગમ વોર્ડના વિસ્તારો આવે છે જેને તીર્થસ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

ગત મહિને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથએ મથુરામાં જ જન્માષ્ટમી પણ ઉજવી હતી ત્યારબાદ તીર્થસ્થળની જાહેરાત કરવાનો આ નિર્ણય લીધો છે જે ઘણો જ મહત્વનો માનવામાં આવે છે. જન્માષ્ટમીના કાર્યક્રમમાં સામેલ થયેલ યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્મ સ્થળ પર પહોંચીને શ્રી કૃષ્ણ દર્શન કર્યા હતા.

મથુરામાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પહેલા તહેવારની શુભેચ્છાઓ આપવા માટે ધારાસભ્યો મુખ્યમંત્રીઓ અહીં નહોતા આવતા. તમેને કહ્યું કે જે પહેલા મંદિરોમાં જતા ડરતા હતા તેઓ હવે કહી રાયા છે કે રામ મારા છે કૃષ્ણ મારા છે.

જણાવી દઈએ કે યુપીમાં તીર્થસ્થાનોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યા, વારાણસી, મથુરા વગેરેમાં સુવિધાઓ પહેલાની સરખામણીમાં વધુ સારી થઇ રહી છે. અયોધ્યામાં દોઢ વર્ષ પહેલા આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઇ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 પહેલા સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)