Home Crime અમદાવાદ : ઇસ્કોન બ્રિજ પર હીટ એન્ડ રન વહેલી સવારે 5 વાગે...

અમદાવાદ : ઇસ્કોન બ્રિજ પર હીટ એન્ડ રન વહેલી સવારે 5 વાગે એક કારે ટક્કર મારતાં મહિલાનું મોત

Face Of Nation, 11-09-2021:  અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારના બની હિટ એંડ રનની ઘટના બની છે. એક અજાણ્યા વાહનનો ચાલક ઈસ્કોન બ્રિજ પર ચાલીને પસાર થતા મહિલાને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરના કારણે મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા એસજી હાઈવે -2 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતક મહિલા કોણ છે તે અંગે હજુ જાણી શકાયુ નથી. પોલીસને ઘટનાસ્થળથી મિરર મળી આવ્યો છે. જેના પરથી અકસ્માત સર્જનાર કાર ચાલક હોવાનું પોલીસને અનુમાન છે. કાર ચાલકે મહિલાને 10 ફૂટથી વધુ ઘસડી હોય તેવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે હિંટ એંડ રનની ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઈસ્કોન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી દીધી છે. અકસ્માત સર્જનાર કોણ છે અને મૃતક મહિલા કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)