Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25...

દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25 હજારથી વધુ..

Face Of Nation, 11-09-2021: દેશમાં હવે મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 33 હજાર 376 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે 308 લોકોના મોત થયા છે. જાણો દેશમાં આજે કોરોનાની હાલની સ્થિતિ શું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 32 હજાર 198 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 23 લાખ 74 હજાર 497 થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ કેસ 3 લાખ 91 હજાર 516 પર પહોંચી ગયા છે.

આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 32 લાખ 8 હજાર 330 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 42 હજાર 317 લોકોના મોત થયા છે.

ત્યારે દેશમાં અગાઉના દિવસોમાં કોરોના રસીના 65 લાખ 27 હજાર 175 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો કુલ આંકડો 73 કરોડ 5 લાખ 89 હજાર 688 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ કહ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 15 લાખ 92 હજાર 135 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલ સુધી કુલ 54 કરોડ 1 લાખ 96 હજાર 989 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યોની સરખામણીમાં દક્ષિણનું રાજ્ય કેરળ સૌથી વધુ કોરોના કેસ નોંધાવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 25 હજાર 10 નવા કેસ નોંધાયા છે. ત્યારે 177 લોકો મૃત્યુ પામ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)