તેમણે વધુમાં કહ્યું કે, ગઈકાલે માનનીય મઉખ્યમંત્રી પોતાની સ્વચેછાઆ રજીનામુ આપ્યું, મોડી સાંજે રાજ્યપાલે રાજીનામાનો સ્વીકાર કરીને જ્યા સુધી અન્ય વ્યવસ્થા ન ગોઠવાય ત્યા સુધી મુખ્યમંત્રીની જવાબદારીમાં ચાલુ રહેવાની સૂચના આપી છે. પ્રણાલી પ્રમાણે નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ગઈકાલથી રાજકીય નેતાઓ અમદાવાદ કમલમ આવી ચૂક્યા છે. જેમની સાથે વાતચીત કરવાનુ યોગ્ય લાગ્યું, અભિપ્રયા લેવાનુ યોગ્ય લાગ્યું, તેવા નેતાઓ સાથે મુલાકાત કરી. તેમના વિચારો જાણ્યા હતા. મોડી રાત્રે નિરીક્ષક પણ કમલમ આવી ચૂક્યા છે. આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની મીટિંગનું આયોજન પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી કરાયુ છે. તેમણે તમામ ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા સૂચના આપી છે. મહત્વનો નિર્ણય લેવાની આ મીટિંગ હોઈ તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય ન હોય તેવા દિગ્ગજ નેતાઓ પણ મીટિંગમાં હાજર રહેશે. ધારાસભ્યો સાથે જે મુલાકાત થાય, ચર્ચાઓ થશે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે આ રીતે જ નિર્ણયો લેવામાં આવ્યા છે. આખુ ગુજરાત જેને ઓળખતુ હોય તેવા નેતાની પસંદગી કરતા હોય છે.
પોતાની પસંદગી થશે કે નહિ તે અંગે જવાબ આપવાનું તેમણે ટાળ્યુ હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા સ્વીકારી શકે, અનુભવી હોય, ચહેરો જાણીતો હોય તેવા નેતાની પસંદગી કરાય છે. નરેન્દ્ર મોદીના વારસાને આગળ વધારવાનુ કામ છે. આ કોઈ માત્ર સ્થાન પૂરવાની કાર્યવાહી નથી. દરેક લોકો મુખ્યમંત્રી નામ પર અનુમાન કરે છે. પણ રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્મય કરે તેને પાળતા આવ્યા છે. અને માનતા આવ્યા છીએ. તેથી જ ગુજરાત ભાજપનું સંગઠન મોડલ રૂપ છે. આ કોઈ રેસ નથી કે નામ નોંધાવાનું હોય, ફોર્મ ભરવાનુ હોય… હું 1990 થી લઈને સતત ધારાસભ્ય તરીકે રહ્યો છું. મંત્રીમંડળમાં રહ્યો છું. બધા સાથે હું સંકળાયેલો છું. નિર્ણય કરવાનો અધિકાર પાર્ટીનો છે.
વિજય રૂપાણીના રાજીનામાના કારણ વિશે તેમણે કહ્યું કે, કેમ રાજીનામુ આપ્યુ તે અંગે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. તેઓ સક્ષમ છે. સંગઠનથી આવેલા કાર્યકરથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વમાં પહોંચ્યા છે. તેથી ટિપ્પણી કરવી યોગ્ય નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)