Home Uncategorized ‘મને કોઇ કાઢી શકે તેમ નથી, હું લાખો લોકોનાં હૃદયમાં છું’, નીતિન...

‘મને કોઇ કાઢી શકે તેમ નથી, હું લાખો લોકોનાં હૃદયમાં છું’, નીતિન પટેલે મહેસાણામાં આપ્યું મસમોટું નિવેદન

Face Of Nation, 12-09-2021: ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારીની બેઠક પુર્ણ થતા જ સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઇ મને કાઢી શકે તેમ નથી.

નીતિન પટેલે જણાવ્યું કે, 30 વર્ષથી હું ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ચડતી પડતી મે જોઇ છે. નવનિર્માણ આંદોલન હોય કે કોંગ્રેસની સરકારનો સમય ખુબ ડંડા ખાધા છે. મે અનેક સરકારો આવતી અને જતી જોઇ છે. હું પક્ષનો એક નાનકડો અદનો કાર્યકર્તા છું અને રહીશ. કોઇનાં કંઇ કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કાંઇ પણ છું તે મહેસાણા અને કડીના કારણે છું. તેથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઇ હલાવી શકે તેમ નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)