Face Of Nation, 12-09-2021: વિજય રૂપાણીના રાજીનામાથી અચાનક રાજકારણમાં ઉથલપાથલ મચી ગઇ હતી. તે બાદ રાજ્યમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂપેન્દ્ર પટેલનીની નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થયા બાદ તેમણે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સાથે મળી અને એક પત્રકાર પરિષદ સંબોધી હતી. ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સોમવારે યોજાશે સીઆર પાટીલે જણાવ્યું કે સોમવારે એટલે કે આવતીકાલે બપોરે 2.00 વાગ્યે મુખ્યમંત્રી શપથ લેશે મંત્રીમંડળની શપથવિધિ અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય કરીશું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમ મોદી, પાર્ટીના વરિષ્ઠ નેતા, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સાથે પ્રદેશના સૌ નેતાઓનો આભાર માનું છું. મારા પર જે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ સૌના આભારી છું. રાજ્યમાં અત્યારસુધી સારા અને સતત વિકાસલક્ષી કાર્યો થતા આવ્યા છે, આ વિકાસલક્ષી કાર્યોને સતત આગળ ધપાવીશું. સંગઠનને સાથે લઈને જે વિકાસકાર્યો કરવાના બાકી હશે તે કરતા રહીશું. રાજ્યમાં છેવાડાના માનવીનો સતત વિકાસ થાય એવા પ્રયાસ કરવામાં આવશે.’
આગામી 15 મહિના બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે મુખ્યમંત્રી તરીકે પાટીદાર ચહેરો છે પરંતુ પડકારો ઘણા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ચૂંટણી લક્ષી પાર્ટી નથી પરંતુ છતા આગામી ચૂંટણીમાં અમે વિજય થઈશું. જે કાર્યો કરવાના છે તેમાં સંગઠનને સાથે લઈને આગળ વધીશું.
ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદના થયો હતો. તેમના પત્નીનું નામ હેતલબહેન પટેલ છે. અમદાવાદના શીલજમાં રહેતા ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. તેમણે આનંદીબેનના અનુગામી તરીકે ઘાટલોડિયા પરથી ચૂંટણી લડી હતી. ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર હતા અને ડિપ્લો એન્જિનિયરીંગનો અભ્યાસ કરેલો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)