Home Uncategorized આજે ગુજરાતના CM પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, સમારોહમાં ગૃહમંત્રી પણ થશે...

આજે ગુજરાતના CM પદના શપથ લેશે ભૂપેન્દ્ર પટેલ, સમારોહમાં ગૃહમંત્રી પણ થશે સામેલ

Face Of Nation, 13-09-2021: ભાજપની વિધાયક દળની બેઠકમાં રવિવારે ભૂપેન્દ્ર પટેલ વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. આજે બપોરે 2.20 વાગે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના રાજભવનમાં શપથ લેશે. મંત્રીમંડળની રચના બે દિવસ બાદ થશે.

ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. આ ઉપરાંત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચશે.

ભુપેન્દ્ર પટેલ સંબોધન પહેલા પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ ખુબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે. ધારાસભ્ય તરીકે પણ તેઓ યશસ્વી કારકિર્દી કરી ચુક્યા છે. વારસામાં તેઓને ઘાટલોડિયા સીટ મળી હતી. 182 બેઠકો પૈકી તેઓ સૌથી મોટી લીડથી જીત પ્રાપ્ત કરી હતી. તેઓ ખુબ જ શાંત અને સૌમ્ય સ્વભાવના નેતા ગણાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)