Home News દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા માત્ર કેરળમાં, જાણો આંકડો..

દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા માત્ર કેરળમાં, જાણો આંકડો..

Face Of Nation, 13-09-2021:  દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 20,240 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 67 લોકોના કોરોનાથી મોત થયા છે અને 29,710 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,22,255 છે. જ્યારે કુલ 41,30,065 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,551 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 17.5 ટકા છે.

લ કેસઃ 3 કરોડ 32 લાખ 64 હજાર 175

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 47 હજાર 032

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 74 હજાર 269

કુલ મોતઃ 4 લાખ 42 હજાર 874

કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,38,37,647 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,38,643 લોકોને રસી અપાઈ હતી.

આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,30,14,076 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 12,08,247 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)