Home Uncategorized મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી: વલસાડ

મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી: વલસાડ

Face Of Nation, 14-09-2021: વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગત જ રોજથી પડેલા વરસાદને કારણે વલસાડની નદીઓમાં ઘોડાપુર જોવા મળી રહ્યુ છે. વલસાડ જિલ્લાની પારનદી, ઔરંગા નદી, કોલક અને દમણ ગંગા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરના કારણે જિલ્લા 27 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં મોડી રાતથી સવાર સુધી 12 કલાકમાં વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 7.6 ઇંચ, ધરમપુરમાં 6.64 ઇંચ, વાપીમાં 5.16 ઇંચ, ઉમરગામમાં 4.4 ઇંચ, વલસાડમાં 3.12 ઇંચ અને પારડીમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરમાં નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં વરસાદને લઈ મધુબન ડેમ પૂરેપૂરો ભરાયો છે. મધુબન ડેમનું રુલ લેવલ જાળવવા ડેમમાંથી દર બે કલાકે દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવે છે. મધુબન ડેમની સપાટી પર નઝર કરીયે તો હાલ 78.20 મીટર છે. ત્યારે ડેમની ભયજનક સપાટી 84 મીટર છે. તો વલસાડની ભૈરવી નદી  સપાટી 3.19 મિટર પોહચી છે.

ઉપરવાસ અને ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને કારણે ડેમમાં ધરખમ પાણીની આવક થવા માંડી છે. હાલ ડેમમાંથી 64,119 ક્યુસ્કે પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. તો બીજી તરફ વલસાડ શહેરના મુખ્ય અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વલસાડ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય છીપવાડ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દર વર્ષે અહીંયા થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય નિકાલ ન કરવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)