Home Politics કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ગુજરાતના મુખ્યમંત્રી અંગે કરી આ ભૂલ..

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ગુજરાતના મુખ્યમંત્રી અંગે કરી આ ભૂલ..

Face Of Nation, 14-09-2021: સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈની 12 સપ્ટેમ્બરના પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. ત્યારે હિતેન્દ્રભાઈ દેસાઈની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા એ ટ્વીટ કરી ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ હિતેન્દ્રભાઈ દેસાઈના નામ પર મોરારજી દેસાઈ ની તસવીર ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા એ સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, સ્વતંત્રતા સેનાની અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ ને પૂણ્યતિથિ પર વંદન. બૃહન્મુંબઈ રાજ્યના શિક્ષા મંત્રી, ગુજરાતના કાયદા મંત્રી, ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર રહી તેમણે ગુજરાત નિર્માણમાં તેમનું અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. ત્યારે આ ટ્વિટ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી હતી. પરંતુ આ તસવીરમાં અર્જૂન મોઢવાડિયાએ હિતેન્દ્રભાઈ દેસાઈની તસવીર શેર કરવાની જગ્યાએ મોરારજી દેસાઈ ની તસવીર શેર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત રાજ્યની રચના 1 મેં 1960 ના દિવસે થયા બાદ જીવરાજ મેહતા અને બળવંતરાય મેહતા પછી 20 સપ્ટેમ્બર 1965 થી 12 મે 1971 સુધી હિતેન્દ્રભાઈ દેસાઈ મુખ્યમંત્રી તરીકે રહ્યા. 1962 માં ચૂંટણી પછી મહેસુલ મંત્રી તરીકે મુંબઈ રાજ્યે અમલમાં મુકેલો ગણોત ધારાનો ગુજરાતમાં અમલ કરાવવામાં તેમણે ઊંડો રસ લીધો હતો. હિતેન્દ્રભાઈ માત્ર રાજકારણી નહોતા તેઓ બાહોશ વહીવટ કરતા પણ હતા. આજના ગાંધીનગરનું સર્જન હિતેન્દ્રભાઈના સ્વપ્નનું સર્જન છે. વિશાર સચિવાલય, વિધાનસભા ગૃહ, 30-સેક્ટરો – ટાઉનશીપ વગેરે તેમની દેન છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)