Home News જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સેન્ટાઈલ જ્યારે 18 એ...

જેઈઈ મેઈનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સેન્ટાઈલ જ્યારે 18 એ મેળવ્યો ટોચનો ક્રમ

Face Of Nation, 15-09-2021: મંગળવારે મોડી રાતે એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Main નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 18 ઉમેદવારોને ટોચનો રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ મંગળવારે રાતે આ અંગે માહિતી આપી. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી.

આ વર્ષે JEE Main વર્ષમાં ચાર વખત આયોજિત થઈ. જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનો સ્કોર સુધારવાની તક મળી શકે. પહેલા તબક્કામાં ફેબ્રુઆરીમાં અને બીજીવાર માર્ચમાં આયોજિત કરાઈ હતી. આગામી તબક્કાની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને જોતા સ્થગિત કરાઈ હતી. ત્રીજા તબક્કાની પરીક્ષા 20-25 જુલાઈ સુધી આયોજિત કરાઈ હતી જ્યારે ચોથા તબક્કાની 26 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આયોજિત કરાઈ હતી.

1. અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in કે ntaresults.nic.in પર જાઓ.
2. હોમ પેજ પર ‘JEE Main 2021 session 4 results’ લિંક પર ક્લિક કરો.
3. તમારી એપ્લેકેશન નંબર, જન્મ તિથિ, સિક્યુરિટી કોડ વગેરે માહિતી ભરો.
4. ડિટેલ્સ ભરી લીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
5. સત્ર 4 માટે JEE Mainનું પરિણામ સ્ક્રિન પર ખુલશે, તેને ચેક કરો.
6. JEE Main સિઝન 4નું પરિણામ ડાઉનલોડ કરો અને આગળ માટે પ્રિન્ટ આઉટ લઈ લો.

બીઈ/બીટેક માટે JEE મેઈન પેપર1માં મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સામેલ છે. જ્યારે પેપર 2માં મેથમેટિક્સ, એપ્ટીટ્યૂડ અને ડ્રોઈંગ સામેલ છે. પ્રશ્ન ચાર-ચાર માર્ક્સના મલ્ટીપલ ચોઈસ અને ન્યૂમરિકલ બેસ્ડ હતા. મલ્ટીપલચોઈસ પ્રશ્નોમાં ખોટા જવાબ માટે એક અંકનું નેગેટિવ માર્કિંગ પણ સામેલ છે.

JEE એડવાન્સ માટે રજિસ્ટ્રેશન
JEE Main પરિણામ જાહેર થયા બાદ JEE Advanced 2021 નું રજિસ્ટ્રેશન શરૂ થશે. જેઈઈ મેઈન કટ ઓફમાં ટોપ રેન્ક મેળવનારા અઢી લાખ ઉમેદવારો જેઈઈ એડવાન્સ્ડ માટે અરજી કરી શકે છે. ઉમેદવારો અધિકૃત વેબસાઈટ jeeadv.ac.in પર જઈને જેઈઈ એડવાન્સ્ડ 2021 માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી શકશે.

JEE Advanced 2021 Exam ક્યારે?
23 IIT માં બીટેક અને યુજી એન્જિનિયરિંગ પ્રોગ્રામ કોર્સિસમાં એડમિશન લેવા માટે જેઈઈ એડવાન્સ્ડ એક્ઝામ 3 ઓક્ટોબર 2021ના રોજ આયોજિત કરવામાં આવશે.

આ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો JEE Main Result 2021 પરિણામ
nta.ac.in
ntaresults.nic.in
jeemain.nta.nic.in (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)