Face Of Nation, 15-09-2021: ભાજપનો આંતરીક ડખ્ખો બહાર આવી રહ્યો છે. જેમાં જસદણ વીંછીયા ભાજપ સોશિયલ મીડિયા ગ્રૂપમાં ભાજપને ખુલ્લી ધમકી અપાઈ છે. જેમાં જો કોળી સમાજના કેબિનેટ મંત્રીનું પદ કાપશે તો ભાજપ પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ધમકી ઉચ્ચારાઇ છે. જસદણ વીંછીયામાં કુંવરજી બાવળિયાના ખાસ અંગત લોકો પાસેથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
કુંવરજી બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજની મીંટિંગ બોલાવી છે..મહત્વનું છેકે કુંવરજી બાવળિયાની કેબિનેટ મંત્રી પદની ખુરશી જોખમમાં છે તેવી ચર્ચા ચાલી છે..ત્યારે હાલમાં કોળી સમાજ અને પાટીદાર વચ્ચેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતા નારાજગી અને અસંતોષનો દાવાનળ ઉભો થયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શપથવિધિ અટકવા પાછળ મંત્રીમંડળની યાદી જવાબદાર હોઈ શકે છે. હાલમાં સિનિયર નેતાઓનું હું નહિ તો મારાને આપો સ્થાનનું રટણ શરૂ થયું છે અને પોતાના માણસોને મંત્રી મંડળમાં સામેલ કરવા દબાણ કરી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)