Face Of Nation, 16-09-2021: હૈદરાબાદના સૈદાબાદ ખાતે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં તેની હત્યાનો કેસ સતત ચર્ચામાં છે. હૈદરાબાદ પોલીસને ગુરૂવારે રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તે મૃતદેહ રેપ-મર્ડર કેસના આરોપીનો જ છે અને તેલંગાણા ડીજીપીએ તેની પૃષ્ટિ કરી છે.
હકીકતે વારનગલ ખાતે રેલવે ટ્રેક પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં પહોંચેલી પોલીસે મૃતદેહની તપાસ દરમિયાન હાથ પરના ટેટુના આધારે તે સૈદાબાદ રેપ-મર્ડર કેસનો આરોપી હોવાનું જાણ્યું હતું. હૈદરાબાદ સીપી અંજિની કુમારના કહેવા પ્રમાણે હાલ તે મૃતદેહ આરોપીનો જ હોવાનું લાગી રહ્યું છે.
https://twitter.com/TelanganaDGP/status/1438378108575313923
તેલંગાણાના ડીજીપીએ ટ્વીટમાં લખ્યું હતું કે, સિંગારેની કોલોનીમાં રેપ અને મર્ડર કરનારા આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. તે ઘનપુર પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે. શરીર પરના નિશાનોના આધારે આરોપીની પૃષ્ટિ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તેલંગાણાના હૈદરાબાદમાં 9 સપ્ટેમ્બરના રોજ એક 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે પહેલા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસને આ કેસમાં એક 30 વર્ષીય શખ્સ પર શંકા હતી જે બાળકીની પાડોશમાં રહેતો હતો.
પોલીસે આરોપીના માથે 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. આ બધા વચ્ચે તેલંગાણાના મંત્રી મલ્લા રેડ્ડીએ આ મામલે એવું નિવેદન આપ્યું હતું કે, પોલીસ આરોપીને પકડીને તેનું એન્કાઉન્ટર કરી દેશે. મંત્રીના નિવેદનના 24 કલાકની અંદર જ આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)