Face Of Nation, 16-09-2021: શેર બજારમાં આગઝરતી તેજી જોવા મળી. ગત સત્રમાં રેકોર્ડ સ્તર પર બંધ થવા પછી આજે અઠવાડિયાના ચોથા દિવસની કારોબારી એટલે ગુરુવારે શેર બજાર ઉચ્ચતમ સ્તર પર ખુલ્યું છે. બિઝનેસ દરમ્યાન શેરમાર્કેટ પ્રથમ વખત 59 હજારના સ્તરે પહોંચ્યું છે. સેંસેક્સ 59042.77 અને નિફ્ટી 17,597.85 પર પહોંચ્યું છે.જ્યારે શરૂઆતના વેપારમાં બોમ્બે સ્ટોક એક્સેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 80.46 અંક એટલે કે 0.14 ટકાના લાભની સાથે 58803.66ના સ્તર પર ખુલ્યું છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સેન્જમાં નિફ્ટી 27.80 આંકડાઓ (0.16 ટકા)ની તેજીની સાથે 17547.30ના સ્તર પર ખુલ્યો છે. આ સેંસેક્સ નિફ્ટીના ખુલવાનું ઉચ્ચ સ્તર છે. આ કારણોને કારણે આવેલી તેજી સરકાર સતત ઉદયોગોનો સમર્થન કરી રહ્યા છે.
સરકાર ઉદ્યોગોને સતત સમર્થન આપી રહી છે. ટેલિકોમ સેક્ટર માટે ગઈકાલે જ મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે, IPO માર્કેટ પણ સારું કરી રહ્યું છે. કોરોના વાયરસ મહામારીની બે લહેરોનો સામનો કરી રહેલી દેશની અર્થવ્યવસ્થા મજબૂતી સાથે પાટા પર પરત ફરી રહી છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 20.1 ટકા હતો. આ ચીનના આંકડા કરતા પણ સારા આંકડા છે. કારણ કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીને 7.9 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. એટલે કે, એવું માની શકાય કે ભારતીય અર્થતંત્ર ચીન કરતાં વધુ ઝડપથી સુધર્યું છે. તેનાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. તે જ સમયે, વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેજી આવી છે. આ સાથે, રોકાણકારોમાં કોરોનાનો ડર રસીકરણને કારણે સમાપ્ત થયો હોય તેવું લાગે છે. આ તમામ પરિબળોએ બજારને અસર કરી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)