Face Of Nation, 17-09-2021: કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 36.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53 લાખથી વધુ લોકોએ વેક્સિન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેક્સિન લઇ રહ્યા નથી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. તેની સાથે સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.
આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે 20 સપ્ટેમ્બરથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે.
AMC
Entry will be allowed ONLY for persons having ONE or BOTH doses (if eligible) of vaccine for availing various municipal services.
Vaccine certificate shall be checked at entry point of such facilities. To be effective from 20 September, Monday. pic.twitter.com/sPpB3NjhkP
— Mukesh Kumar (@Mukeshias) September 17, 2021
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)