Home News રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા,વધુ માહિતી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા,વધુ માહિતી

Face Of Nation, 17-09-2021:ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 154 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે PM મોદીનો જન્મ દિવસ હોવાના કારે રસીકરણ પર વિશેષ ભાર મુકાયો હતો. જેના કારણે આજે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક રસીકરણ થયું હતું. રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)