Home Uncategorized ત્રીજી લહેરની દસ્તક!:ગુજરાતના આ શહેરમાં 55 દિવસ પછી નોંધાયા ચોંકાવનારા આંકડા

ત્રીજી લહેરની દસ્તક!:ગુજરાતના આ શહેરમાં 55 દિવસ પછી નોંધાયા ચોંકાવનારા આંકડા

Face Of Nation, 18-09-2021: રાજ્યમાં કોરોનાના દૈનિક કેસમાં ફરી નજીવો વધારો શરૃ થયો છે. આજે સતત બીજા દિવસે રાજ્યમાં કોરોનાના ૨૦ વધુ નવા ૨૫ કેસ નોંધાયા છે. વિતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં સારવાર દરમિયાન વધુ ૨૦ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

જોકે બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. શહેરમાં ૫૫ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ડબલ ડિજીટમાં પહોચી ગયો છે. આજે નવા ૧૧ કેસ નોંધાયા છે જ્યારે સાજા થનાર દર્દીની સંખ્યા શૂન્ય છે.

૨૪ જુલાઈ પહેલા પણ ઘણા દિવસ સુધી અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા એક આંકડામાં નોંધાઈ હતી. જોકે આજે કેસની સંખ્યા બે આંકડામાં પહોચી ગઈ છે અને સાજા થનાર દર્દીની સંખ્યા એકપણ નોંધાઈ નથી. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૮,૨૫,૭૦૨એ પહોચી છે. સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં ૮,૧૫,૪૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

જોકે હવે દરેક ગુજરાતીઓએ સાચવવાની જરૂર છે…(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)