Face Of Nation, 18-09-2021: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે હવે ગુજરાતની જેમ પંજાબમાં પણ સીએમ બદલાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે. પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિધ્ધુ અને સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. જેમાં ફરી એક વખત 40 ધારાસભ્યોએ કેપ્ટન સામે પત્ર લખ્યો છે અને તેની પાછળ સિધ્ધુ અને તેમના નિકટના લોકોનો હાથ હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ સંજોગોમાં કેપ્ટન અમરિન્દરસિંહે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે, હું આ રીતે અપમાનિત થઈને કોંગ્રેસમાં રહી શકું તેમ નથી.
Chandigarh: Punjab ministers Tripat Rajinder Singh Bajwa, Charanjit S Channi, Sukhjinder Singh Randhawa and Assembly Speaker Rana KP Singh arrive at the party office.
A CLP meeting of the party has been called today. pic.twitter.com/o82CqJWqT7
— ANI (@ANI) September 18, 2021
તેમણે સાથે સાથે સોનિયા ગાંધીને એવું પણ કહ્યું છે કે, જો મને સીએમ પદેથી હટાવવામાં આવ્યો તો હું પાર્ટી પણ છોડી દઈશ અને એવું પણ કહ્યું છે કે, આટલા અપમાન પછી કોંગ્રેસમાં રહેવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે, આ વખતે સિધ્ધુ સમર્થકોની વાત પાર્ટી સાંભળી રહી છે. કારણ કે 68 માંથી 40 ધારાસભ્યોએ પત્ર પર સહી કરી છે. જોકે આ પત્રમાં કેપ્ટન સામે સીધી રીતે કશું કહેવાયું નથી પણ તેમાં રાજ્ય સરકાર દ્વારા 18 મુદ્દાઓ પર કોઈ કામ નહીં થયું હોવાનો આરોપ મુકયો છે.
Punjab CM Capt Amarinder Singh reaches his official residence in Chandigarh for a meeting with party MLAs loyal to him. pic.twitter.com/ZOx2MhZbUq
— ANI (@ANI) September 18, 2021
જેના પગલે કોંગ્રેસે આજે પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં આગામી નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, બેઠકમાં કેપ્ટન અને સિધ્ધુ વચ્ચે સમાધાન કરવા માટે પ્રયત્નો કરાશે. દિલ્હીના વરિષ્ઠ કોગ્રેસી નેતાઓ પંજાબ પહોંચી ચુકયા છે. જોકે કેટલાક સૂત્રોનું કહેવું છે કે, બેઠકમાં કેપ્ટન સીએમ અમરિન્દરસિંહનુ રાજીનામુ માંગવામાં આવી શકે છે.રહેવું જોઈએ અન્યથા માથાનો દુખાવો થઈ શકે છે. આજે બધું સારું નથી પણ છતાં તમારે ખુશ રહેવું પડશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)