Home Uncategorized ઓવૈસી આવતીકાલે અમદાવાદમાં 50 ગાડીઓના કાફલા સાથે રોડ શો કરશે, શાહઆલમ દરગાહની...

ઓવૈસી આવતીકાલે અમદાવાદમાં 50 ગાડીઓના કાફલા સાથે રોડ શો કરશે, શાહઆલમ દરગાહની મુલાકાત પણ લેશે

Face Of Nation, 19-09-2021:  ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આવતીકાલે સોમવારે વહેલી સવારે ગુજરાત આવી રહ્યા છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. એરપોર્ટથી હોટેલમાં રોકાણ બાદ સવારે 9.30થી 10 વાગ્યે તેઓ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના પૂર્વ બાહુબલી સાંસદ અને 103 હત્યાના જેમના પર આરોપ છે તેવા અતિક અહેમદને મળશે. બપોરે પત્રકાર પરિષદ બાદ સાંજે ટાગોર હોલમાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે.

AIMIMના નેતાના જણાવ્યા મુજબ આવતીકાલે સવારે એરપોર્ટ પર અસદુદ્દીન ઓવૈસી આવશે. સાબરમતી જેલમાં અતિક અહેમદ સાથે મુલાકાત બાદ તેઓ ગાડીઓના કાફલા સાથે હોટલ પરત કરશે જ્યાં રોડ પર કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે. બપોરે પત્રકાર પરિષદ બાદ શાહઆલમ દરગાહ ખાતે જશે. સાંજે ટાગોર હોલમાં ગુજરાતના હોદ્દેદારો સાથે મુલાકાત કરી સંબોધન કરશે. સોમવારે સવારે 7 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી સીધા તેઓ ખાનપુર લેમન ટ્રી હોટલ ખાતે જશે. ખાનપુર હોટલથી. 9.30 વાગ્યે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદને મળશે.

11.30 વાગ્યે સાબરમતી જેલથી દિલ્લી દરવાજા, પ્રેમદરવાજા, દરિયાપુર લીમડી ચોક, જોર્ડન રોડ, મિરઝાપુર થઈ અને હોટલ ખાતે પરત ફરશે. બપોરે 2.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. બપોરે 3.45 કલાકે હોટલથી લાલદરવાજા, આસ્ટોડિયા દરવાજા, મજૂરગામ થઈ શાહઆલમ દરગાહ જશે. સાંજે 5.30એ ગુજરાત ટુડે પ્રેસ પર મુલાકાત લઈ સાંજે 7 વાગ્યે ટાગોર હોલમાં જશે. જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત લઈ રાતે 10 વાગ્યે હોટલ પરત ફરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)