Home News મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે

Face Of Nation, 19-09-2021:  ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે
.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ ને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે

આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં મળવાના છે.
મુખ્યમંત્રીશ્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)