Face Of Nation, 19-09-2021: આખરે અનેક વિરોધો બાદ કોંગ્રેસે પંજાબમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. અનેક નામ સામે આવ્યા બાદ હવે એક નવા નેતાને પાર્ટીએ પંજાબની કમાન સોંપી છે. ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. હવે સાંજે 6.30 કલાકે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજભવન જઈ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે ચરણજીત સિંહ ચન્નીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા સુખજિંદર સિંહ રંધાવાનું નામ મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યુ હતુ, પરંતુ નવજોત સિંહ સિદ્ધુના વિરોધ બાદ પાર્ટીએ હવે ચરણજીત સિંહને પ્રદેશની કમાન સોંપી છે.
It gives me immense pleasure to announce that Sh. #CharanjitSinghChanni has been unanimously elected as the Leader of the Congress Legislature Party of Punjab.@INCIndia @RahulGandhi @INCPunjab pic.twitter.com/iboTOvavPd
— Harish Rawat (@harishrawatcmuk) September 19, 2021
કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબના નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે આજ સવારથી બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી માટે અનેક નેતાના નામ સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સુધી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ હવે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે કેપ્ટન અમરિંદર સરકારમાં ચરણજીત સિંહ મંત્રી હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)