Home Crime કુખ્યાત આરોપી અશરફ નાગોરી ઝડપાયો,ગુજરાત ATSને મળી સફળતા.

કુખ્યાત આરોપી અશરફ નાગોરી ઝડપાયો,ગુજરાત ATSને મળી સફળતા.

Face Of Nation, 19-09-2021: ગુજરાત રાજ્યમાં 14 જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત ATSના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી આ આરોપી નાસતો ફરતો હતો. કોણ છે આ કુખ્યાત આરોપી જોઈએ આ અહેવાલમાં

ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં 9 મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો..જો કે એટીએસને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે.

આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ 11 જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો.જેમાં આરોપી અશરફ અને તેનાં સગીરતો એડવોકેટ હસમુખલાલ પર ફાયરીંગ કરીને જીવલેણ હુમલો કર્યો હતો.. જેમાં 3 આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)