Face Of Nation, 20-09-2021: ભારતીય ટીમના ખિલાડી વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કર્યાના ગણતરીના દિવસ બાદ વધુ એક મોરચે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ IPLની વર્તમાન સીઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ની કેપ્ટનશિપ પણ છોડવાનો નિર્ણય કર્યો છે.
RCB તરફથી રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. કોહલીએ IPL-2021માં અંતિમ વખત RCB માટે કેપ્ટનશિપ કરતો દેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને શરૂ થનારા T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશિપ છોડી દેવાની વિરાટ કોહલી અગાઉ જાહેરાત કરી ચૂક્યો છે. આ ઉપરાંત વિરાટ કોહલી 2013ની સીઝનથી RCBનો કેપ્ટન રહ્યો છે.
કોહલીએ કહ્યું હતું કે RCBના કેપ્ટન તરીકે આ માટી અંતિમ IPL હશે. હું મારી અંતિમ IPL મેચ સુધી RCBનો ખેલાડી તરીકે જળવાઈ રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મારું સમર્થનન કરવા બદલ હું RCBના તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું.
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રતિભાશાળી ખેલાડીઓથી ભરેલી RCBની કેપ્ટનશિપ કરવી એ એક શાનદાર અને પ્રેરણાત્મક યાત્રા રહી છે. હું આ પ્રસંગે RCBનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. મેનેજમેન્ટ, કોચ, સહયોગી સ્ટાફ, ખેલાડી અને સમગ્ર RCB પરિવારે અનેક વર્ષો સુધી મહત્ત્વની જવાબદારી નિભાવી છે. આ એક સરળ નિર્ણય ન હતો. RCB મારા હૃદયની નજીક છે, કારણ કે અમે શ્રેષ્ઠતા હાંસલ કરવાના પ્રયત્નો સતત કરતા રહીએ છીએ.
વિરાટે અગાઉ જ્યારે T-20 ટીમની કેપ્ટનશીપ છોડી ત્યારે કહ્યું હતું કે ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશિપ જાળવી રાખવામાં આવશે. વિરાટ હવે બેટિંગ પર વિશેષ ધ્યાન આપવા ઈચ્છે છે. છેલ્લાં બે વર્ષથી તેનું બેટિંગ પર્ફોમ્સ નબળું રહ્યું છે. તે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે સદી ફટકારી શક્યો નથી(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)