Face Of Nation, 20-09-2021: દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હવે વાહન ચાલકોએ ડ્રાઇવિંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ સાથે લઇને જવાની જરૂર નહી પડે. હવે રસ્તા પર વાહન ચાલક ટ્રાફિક પોલીસ અને પરિવહન વિભાગને ડિજીલોકર પ્લેટફોર્મ અને એમ-પરિવહન મોબાઇલ એપમાં ડિજિટલ રૂપમાં રાખેલા ડોક્યુમેન્ટ બતાવી શકો છો.
કેન્દ્રીય પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આદેશ બાદ તમામ રાજ્યોમાં એમ-પરિવહન એપ અને ડિજિ લોકરમાં રહેલા ડોક્યુમેન્ટ્સને માન્ય ગણવા પડશે. હવે તેને કાનૂની માન્યતા પણ પ્રદાન કરવામાં આવી છે.
આ આદેશ બાદ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અખબારોમાં તેને લઇને જાહેરાત આપીને લોકોને જાગૃત કરી રહી છે.હવે જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, વ્હીકલ રજીસ્ટ્રેશન કાર્ડ એમ-પરિવહન મોબાઇલ એપ અને ડીજી લોકરમાં છે, તો તે દેશભરમાં માન્ય રહેશે. અત્યાર સુધી આ ડોક્યુમેન્ટ્સ એમ-પરિવહન એપ પર ઉપલબ્ધ હતા, પરંતુ તેમને કાયદાકીય માન્યતા આપવામાં આવી રહી ન હતી, પરંતુ હવે તેને કાયદાકીય રીતે માન્યતા આપવામાં આવી છે.
ડીજી લોકરમાં રાખેલા ડોક્યુમેન્ટ્સને હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માન્ય કરવામાં આવ્યા છે. તેની વૈધાનિક માન્યતા માટે, રાજ્ય સરકારો હવે અખબારો દ્વારા નોટિફિકેશન જારી કરી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)