Face Of Nation, 20-09-2021: AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે. UPના ગેંગસ્ટર અતિક અહમદને મળવા સાબરમતી જેલમાં જતા પોલીસે તેમને અટકાવ્યા હતા. ABP સાથેની વાતમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, અતિક અહમદને મને મળતા રોક્યો તેનો મેસેજ UPમાં જતો રહ્યો છે.
તેમમે કહ્યું હતું કે, UP વિધાનસભાની ચૂંટણીમાં AIMIMમાંથી અતિક અહમદ ચૂંટણી લડશે. 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ઓવૈસીએ જણાવ્યું કે, કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તે મને પૂછીને ગયા હતા? રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા ત્યાં અમારો ઉમેદવાર પણ ઉભો ન હતો. કોંગ્રેસના જે લોકોને AIMIMમાં આવવું હોય તે કહે હું તેના ઘરે તેમને લેવા જઈશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ અમે પુરી તાકાતથી લડીશું.
ગુજરાત વિધાનસભાની કેટલી બેઠક પર ચૂંટણી લડીશું તે ગુજરાતના પ્રમુખ નક્કી કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અમે પુરી તાકાતથી ચૂંટણી લડીશું. 1984થી ગુજરાતમાં કોઈ મુસ્લિમ MP નથી બન્યા. તમે મુસ્લિમ મતથી હરો છો કે ગેરમુસ્લિમ મતથી તે નક્કી કરો. રાહુલ ગાંધી અમેઠી બેઠક હાર્યા ત્યાં તો અમારો ઉમેદવાર ન હતો. અમે B નહીં A ટીમ બની ગયા છીએ. કોંગ્રેસના ગુજરાતના ધારાસભ્યો ભાજપમાં ગયા તો મને પૂછીને ગયા. કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે તેની જવાબદારી અમારી નથી. જેટલા આક્ષેપ અમારા પર કરવા હોય તેટલા કરે, મને ફરક નથી પડતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)