Face Of Nation, 20-09-2021: પ્રયાગરાજથી મોટા સમાચાર આવી રહ્યા છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું કારણ સામે આવ્યું નથી. અધિકારીઓ શંકાસ્પદ મોત ગણાવી રહ્યા છે. મઠમાં અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વના અધિકારીઓ મઠ પહોંચી રહ્યાં છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા કરી છે. શંકાસ્પદ પરિસ્થિતિતમાં મોતને જોતા તંત્ર પોસ્ટમોર્ટમ પર વિચાર કરી રહ્યુ છે. મઠ પર ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને પણ બોલાવવામાં આવી છે.
નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો અને લખ્યુ- અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય નરેન્દ્ર ગિરી જીનું નિધન, અપૂર્ણીય ક્ષતિ. ઈશ્વર પુણ્ય આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન અને તેમના અનુયાયિઓને આ દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ભાવભીની શ્રદ્ધાંજલિ.
अखिल भारतीय अखाड़ा परिषद के अध्यक्ष पूज्य नरेंद्र गिरी जी का निधन, अपूरणीय क्षति!
ईश्वर पुण्य आत्मा को अपने श्री चरणों में स्थान व उनके अनुयायियों को यह दुख सहने की शक्ति प्रदान करें।
भावभीनी श्रद्धांजलि। pic.twitter.com/wD2JC14LDp
— Akhilesh Yadav (@yadavakhilesh) September 20, 2021
નરેન્દ્ર ગિરી પોતાના નિવેદનનો લઈને સતત ચર્ચામાં રહે છે. રવિવારે સવારે યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તેમની સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે તેઓ સતત તણાવમાં હતા. પોતાના શિષ્ય આનંદ ગિરી સાથે તેમનો જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. થોડા દિવસ પહેલા તેમણે આનંદ ગિરીને મઠથી અલગ કરી દીધા હતા. પરંતુ બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શોક વ્યક્ત કરતા લખ્યુ કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ પૂજ્ય સંત મહંત નરેન્દ્ર ગિરી જી મહારાજના દેવલોકગમનની દુખદ સૂચના મળી. સનાતન ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજ્ય સ્વામાજી દ્વારા સમાજના કલ્યાણ માટે આપેલા યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. ઈશ્વર તેમની આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)