Face Of Nation, 20-09-2021:રશિયાની પર્મ યુનિવર્સિટીમાં સોમવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના મતે ફાયરિંગમાં 8 વિદ્યાર્થીઓના મોત થયા છે. પર્મમાં અધિકારીઓએ કહ્યું કે ઘટનામાં 10થી વધારે લોકો હતાહત થયા છે. ફાયરિંગ કરનાર શૂટરને સુરક્ષા બળોએ ઠાર કર્યો છે. ફાયરિંગદરમિયાન વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી પડ્યા હતા. પર્મ યુનિવર્સિટીના એક વીડિયોએ સનસની ફેલાવી દીધી છે.
હુમલખોરની ઓળખ તિમૂર બેકમાંસુરોવ તરીકે થઇ છે. ફાયરિંગ પાછળ કયો ઉદ્દેશ્ય હતો તે વિશે હાલ માહિતી સામે આવી નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
reports of another school shooting in Russia; this time at Perm State University. Russian agencies say there are casualties. pic.twitter.com/jkeyGDLO05
— Mike Eckel (@Mike_Eckel) September 20, 2021
પર્મ શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 700 મીલ પૂર્વમાં છે. રિપોર્ટ પ્રમાણે સ્કૂલના સોશિયલ મીડિયાએ સોમવારની સવારે પરિસરમાં ઉપસ્થિત બધા લોકોને સચેત કર્યા હતા કે જો સંભવ હોય તો પરિસને છોડી દે અથવા પોતોને રૂમમાં બંધ કરી લે. તપાસકર્તાએ કહ્યું કે ગોળીબારીમાં 8 લોકોના મોત થયા છે અને 6 ઇજાગ્રસ્ત થયા છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા એક વીડિયોમાં લોકો બારીમાંથી કૂદીને ભાગતા જોવા મળી રહ્યા છે.
આરટી ન્યૂઝે જણાવ્યું કે રશિયાના સુરક્ષા બળોએ સવારે પર્મ કાર્ય ક્ષેત્રમાં પર્મ સ્ટેટ યુનિવર્સિટી (પીએસયૂ)માં ગોળીબારી કરનાર એક બંદૂકધારીને ઠાર કર્યો છે. રશિયાની TASS સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાને બચાવવા માટે યુનિવર્સિટીના રૂમમાં બંધ કરી લીધા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકો માર્યો હતો.
હુમલાવરે આધુનિક હથિયારથી ગોળીઓ વરસાવી હતી. વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાવધાની રાખતા સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)