Face Of Nation, 21-09-2021: અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અમદાવાદના ગોતા , ચાંદલોડિયા, સેટેલાઈટ , ઘાટલોડિયા, બોડકદેવ, સરસપુર, મણિનગર , એસજી હાઈવે, મકરબા, થલતેજ, ચાંદખેડા, બાપુનગર, વેજલપુર, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે, શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો.
અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મોસમનો સરેરાશ 55 ટકા સાથે 15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં હજુ પણ 43 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી 4 દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ શહેરમાં વરસાદી માહોલ જામશે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી 4 દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)